પ્લેલિસ્ટ ફોર લાઈફ એ સંગીત અને ડિમેન્શિયા ચેરિટી છે. ચેરિટીની સ્થાપના 2013 માં લેખક અને પ્રસારણકર્તા સેલી મેગ્ન્યુસન દ્વારા તેમની માતા મેમીના મૃત્યુ બાદ કરવામાં આવી હતી, જેને ડિમેન્શિયા થયું હતું. અમારું લક્ષ્ય સરળ છે: અમે ઇચ્છા કરીએ છીએ કે ડિમેન્શિયાથી જીવતા દરેકની પાસે એક અનન્ય, વ્યક્તિગત પ્લેલિસ્ટ હોય અને દરેક જે તેમને પ્રેમ કરે છે અથવા તેની સંભાળ રાખે છે તેઓ તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણવું જોઈએ.
વ્યક્તિગત પ્લેલિસ્ટના ફાયદા
બે દાયકાથી વધુ વૈજ્ઞાનિક સંશોધન દર્શાવે છે કે વ્યક્તિગત પ્લેલિસ્ટ સાંભળવાથી ડિમેન્શિયાથી જીવતા લોકોનું જીવન સુધરે છે. હકીકતમાં, એવું સંગીત સાંભળવું કે જે વ્યક્તિગત રૂપે અર્થપૂર્ણ હોય, તેના ઘણા માનસિક ફાયદા હોય છે, એટલે કે કોઈ પણ પ્લેલિસ્ટમાંથી લાભ મેળવી શકે છે. વ્યક્તિગત પ્લેલિસ્ટ આ કરી શકે છે:
- ચિંતા ઘટાડવા
- તમારા મૂડને સુધારવા
- મુશ્કેલ કાર્યોને વધુ વ્યવસ્થા યોગ્ય બનાવવા
- યાદોને જગાડવી જે પરિવારો અને સંભાળ રાખનારાઓને કનેક્ટ થવા માટે મદદ કરી શકે.
પ્લેલિસ્ટ ફોર લાઇફ, ડિમેન્શિયાથી પ્રભાવિત કોઈપણને, તેમના પરિવારો અને સંભાળ આપનારાઓને મદદ કરવા માટે વ્યક્તિગત સંગીતની શક્તિશાળી અસરોનો ઉપયોગ કરે છે. પછી ભલે તે પ્રથમ નૃત્યનું સંગીત હોય, નાનપણના હાલરડાંઓ અથવા પ્રિય ટીવી શોની થીમ ટ્યુન, સંગીતમાં આપણને તે સમય પર પાછા લઇ જવાની અને આપણી ભૂતકાળની યાદ અપાવવાની ક્ષમતા ધરાવે છે, તમને તે ફ્લેશબેકની લાગણી અપાવે છે. તમારા ગીતો અને યાદોને શેર કરવાથી ડિમેન્શિયાથી જીવતા લોકોને પરિવાર, મિત્રો અને સંભાળ આપનારાઓ સાથે કનેક્ટ થવામાં મદદ મળી શકે છે
શરૂ કરવું
સંગીત દરેક જગ્યાએ છે અને આપણા રોજિંદા જીવનનો એક ભાગ છે. તમારી વ્યક્તિગત પ્લેલિસ્ટ તમારા જેવી જ અજોડ છે, તેથી તમારી પ્લેલિસ્ટમાં એવું સંગીત શામેલ હોવું જોઈએ કે જે વ્યક્તિગત હોય અને શોખીન યાદો અથવા સકારાત્મક ભાવનાત્મક પ્રતિક્રિયાઓ જગાવે. તેમાં તે ધૂનો શામેલ હોવી જોઈએ જે તમને જ્યારે પણ તમે સાંભળો ત્યારે ‘ફ્લેશબેક ફીલિંગ’ આપે છે; જે તમને પાછા, બીજા સમય, વ્યક્તિ કે સ્થળ પર લઈ જશે. સાથે સાથે, આ સંગીત તમારા જીવનની સાઉન્ડટ્રેક બનાવે છે.
શરૂ કરવું સંગીત સાંભળવું અથવા ગાવાનું જેટલું સરળ છે. તેમાં કોઈ એવાં ગીતો છે કે જે યાદદાસ્તને તાજી કરે છે? તેમને લખો. તમે પહેલાથી જ એક વ્યક્તિગત પ્લેલિસ્ટ બનાવવાના માર્ગ પર છો!
વ્યક્તિગત પ્લેલિસ્ટ બનાવવા માટે, અમને તે ધૂન શોધવાની જરૂર છે કે જે આપણા માટે ખાસ છે અને અને તે બધાને એક જગ્યાએ લેવાની જરૂર છે. તમારી વ્યક્તિગત પ્લેલિસ્ટ ટૂંકી અથવા લાંબી હોઈ શકે છે. તે કાગળના ટુકડા પર લખી શકાય છે. તે મિક્સ-ટેપ પર રેકોર્ડ કરી શકાય છે અથવા Spotify(સ્પોટીફાઈ) અથવા iTunes(આઇટ્યુન્સ) જેવા પ્રોગ્રામ સાથે કૉમ્પ્યુટર પર બનાવી શકાય છે.
કૃપા કરી અમારા એક મફત સ્રોતને ડાઉનલોડ કરો જે તમારી પ્લેલિસ્ટ પ્રવાસના દરેક તબક્કે: ધૂન શોધવાથી માંડીને અસરકારક રીતે સંગીતનો ઉપયોગ કરવાની અને પ્લેલિસ્ટને દિનચર્યામાં શામેલ કરવા સુધી તમને મદદ કરશે.
સંસાધનો
પ્રારંભિક પત્રિકા PDF (ઇન્ટરેક્ટિવ ડિજિટલ આવૃત્તિ)
વ્યક્તિગત પ્લેલિસ્ટના ફાયદા અને સંગીત દ્વારા કેવી રીતે કનેક્ટ થવું તે જાણો [આ પ્રારંભિક પત્રિકાનું કવર છે]
અમારી Spotify પ્લેલિસ્ટ થીમ્સની વિશાળ શ્રેણીને આવરી લે છે અને તે સાંભળવા માટે મફત છે
તમારી લાઇફ નું સાઉન્ડટ્રેક પુસ્તિકા PDF (ઇન્ટરેક્ટિવ ડિજિટલ આવૃત્તિ)
પ્લેલિસ્ટ સાથે પ્રારંભ કરવા માટેનું પૂર્ણ સાધન
વાતચીતની શરૂઆત PDF (ઇન્ટરેક્ટિવ ડિજિટલ આવૃત્તિ)
તમારી વ્યક્તિગત પ્લેલિસ્ટ બનાવવાનું શરુ કરો